સુવિચાર-કર્મ કરો ફળની આશા ના રાખો.ફળ આપોઆપ મળશે-શ્રીમદભગવદ્ ગીતા.
પૃષ્ઠો
- મુખ્યપાનું
- મારા વિશે
- મારી શાળા
- શાળા પરિવાર
- EDUSAFAR
- COMPUTER
- EDUSARAL
- અનુવાદ
- અરસ-પરસ જીલ્લા ફેરબદલી
- વિદ્યાસહાયક ભરતી
- ખેલ-મહાકુંભ ૨૦૧૩
- ડ્રાઈવિંગ લાઇસન્સ ટેસ્ટ
- VNSGU Result
- રેશન કાર્ડ માટે
- P.L.I માટે
- મોબાઈલ રીચાર્જ
- સરકારી યોજનાઓ
- B . L . O .
- ૭/૧૨ ની નકલ માટે
- મોબાઈલની કિંમત જાણો
- સુપ્રીમ કોર્ટ
- કવિતાઓ ...
- મોબાઈલ ખોવાયો છે?
- TET..TAT..GPSC..ની તૈયારી
- 1 to 8 ni kavitao
suvichar
FIX PAY
બુધવાર, 7 ઑગસ્ટ, 2013
મંગળવાર, 6 ઑગસ્ટ, 2013
સોમવાર, 5 ઑગસ્ટ, 2013
સરકારી કર્મચારીનું DA ૧૦ ટકા વધશે
સરકારી કર્મચારીનું DA ૧૦ ટકા વધશે
સપ્ટેમ્બર મહિના માટેના મોંઘવારી ભથ્થાંના દરમાં કેન્દ્ર સરકાર ૧૦ ટકાનો વધારો કરે તેવી સંભાવના છે. હાલમાં મોંઘવારી ભથ્થાંનો દર ૮૦ ટકા છે જે વધારીને ૯૦ ટકા કરાશે. તહેવારોની મોસમ પહેલાં સરકાર દ્વારા લેવાનારા આ નિર્ણયને કારણે આશરે ૫૦ લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓ અને ૩૦ લાખ જેટલા પેન્શનર્સને ફાયદો પહોંચશે..
- મોંઘવારી ભથ્થું ૯૦% થશે : જુલાઈથી અમલની સંભાવના : ૫૦ લાખ કેન્દ્રીય કર્મીઓ, ૩૦ લાખ પેન્શનર્સને ફાયદો
કેન્દ્ર સરકારના કર્મચારી મંડળના મહાસચિવ કે. કે. એન. કુટ્ટીએ જણાવ્યું હતું કે, મોંઘવારીના દરમાં દસ ટકાનો વધારો કરાશે અને તે સપ્ટેમ્બર મહિનામાં જાહેર કરાશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોંઘવારી ભથ્થું ૯૦ ટકા સુધી વધારવાની સાથે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થાંના ૫૦ ટકા જેટલી રકમ મૂળ પગાર સાથે જોડી દેવી જોઇએ. મોંઘવારી ભથ્થું ૫૦ ટકાના નિર્ધારિત માપદંડો લાંબા સમય પહેલાં વટાવી ગયું છે. સામાન્ય રીતે જ્યારે મોંઘવારી ભથ્થું ૫૦ ટકાના નિયત માપદંડને વટાવી દે ત્યારે તેને મૂળ પગાર સાથે જોડી દેવામાં આવે છે, જો મોંઘવારી ભથ્થું કર્મચારીના મૂળ પગાર સાથે જોડી દેવામાં આવે તો તેના આધારે કર્મચારીઓને મળતાં અન્ય ભથ્થાંઓના વધારામાં મદદ કરે છે.
આશરે ત્રણ વર્ષના સમયગાળા બાદ મોંઘવારી ભથ્થાંમાં બે આંકડાનો વધારો જોવા મળશે. અગાઉ સપ્ટેમ્બર, ૨૦૧૦માં સરકારે ૧૦ ટકાનો મોંઘવારી ભથ્થાંની જાહેરાત કરતી હતી. એપ્રિલ,૨૦૧૩માં મોંઘવારી ભથ્થું ચાલુ વર્ષે ૧લી જાન્યુઆરીથી અમલી બનતાં દર મુજબ ૭૨ ટકાથી વધારીને ૮૦ ટકા કરવામાં આવ્યું હતું.
રવિવાર, 4 ઑગસ્ટ, 2013
ગુરુવાર, 1 ઑગસ્ટ, 2013
સાચી વાર્તા
ઉતરપ્રદેશના એક ગામમાં સાવ સામાન્ય પરિવારમાં રહેતો ગોવિંદ નામનો એક છોકરો એકવાર તેના અમિર મિત્ર સાથે રમવા માટે મિત્રના ઘેર ગયો. મિત્રના પિતાએ ગોવિંદ જેવા સામાન્ય છોકરાને પોતાના ઘરમાં જોયો અને એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. " તારી હિંમત કેવી રીતે થઇ મારા ઘરમાં પગ મુકવાની ? તું મારા ઘરમાં આવી જ કઇ રીતે શકે ? " આવા તો કેટલાય પ્રશ્નોની ઝડી વરસી. શાળામાં ભણતો ગોવિંદ તો ડઘાઇ જ ગયો.
ગોવિંદને એ સમજ નહોતી પડતી કે એનો એવો તે શું વાંક હતો કે મિત્રના પપ્પા એને ખુબ બોલ્યા. આ વાત તેણે તેના એક શિક્ષકને કરી ત્યારે શિક્ષકે કહ્યુ કેબેટા તારી સાથે આવું વર્તન એટલા માટે થયુ કારણ કે તારા પિતાની આર્થિક અને સામાજિક સ્થિતી પછાત છે. ગોવિંદના પિતા સાઇકલ રિક્ષા ચલાવીને પાંચ સભ્યોના પરિવારનું માંડ માંડ ભરણ પોષણકરતા હતા. ગોવિંદે એના શિક્ષકને પુછ્યુ , " આ બધા મારો તિરસ્કાર કરવાને બદલે આદર કરે એવો કોઇ રસ્તો ખરો ?" ત્યારે પેલા શિક્ષકે કહ્યુ, " તું તારી જાતને કોઇ પ્રતિષ્ઠાવાળી પોસ્ટ પર પ્રસ્થાપિત કર તો એ તારો આદર કરે." ગોવિંદે ફરી કહ્યુ કે સર એવી પ્રતિષ્ઠાવાળી પોસ્ટ કઇ ? ત્યારે શિક્ષકે મજાકમાં કહ્યુ , " બેટા આઇ.એ.એસ. બની જા. દેશની આ સૌથી ઉંચામાં ઉંચી સરકારી નોકરી છે."
ગોવિંદે તે દિવસે આઇ.એ.એસ. બનવાનો સંકલ્પ કર્યો. એને ખબર પણ નહોતી કે આઇ.એ.એસ. શું છે? એણે ખુબ મહેનત કરી. દિવસ રાત જોયા વગર મહેનત કરી. લોકો એને ગાંડો પણ કહેતા. બધા જ એવું કહેતા કે આઇ.એ.એસ. ન થઇ શકાય. ગોવિંદે અત્યંત કપરાદિવસો જોયા પણ પોતાના ધ્યેયથી ચલીત ન થયો. અરે કેટલોક સમય તો એવો પસાર થયો કે બે વખતની ચા પિવાના પૈસા પણ ન હોય. વર્ષમાં માત્ર એક જોડી કપડા મળે. તો પણ હાર્યા વગર મંઝીલ તરફની ગતિ ચાલુ જ રાખી.
ગોવિંદે યુપીએસસીની પરિક્ષા આપી અરે ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યો પણ ઇન્ટરવ્યુમાં પહેરવા માટે સારા કપડા પણ નહોતા. પરણીને સાસરે ગયેલી મોટી બહેને થોડી મદદ કરી અને એમાથી ઇન્ટરવ્યુમાં પહેરવા માટેના એક જોડી કપડા અને બુટ લીધા.
અત્યંત ગરિબ પરિવારનો આ છોકરો ગોવિંદ જયસ્વાલ આજે ઉતરપ્રદેશના કોહિમા જીલ્લામાં કલેકટર છે.
મિત્રો, જીવનમા ધ્યેય નક્કી હશે અને એને પ્રાપ્ત કરવાની ઝંખના રગે રગમાં વહેતી હશે તો ગોવિંદે જે કરીને બતાવ્યુ તે આપણે પણ કરી શકીશું.
-આલાપ
પ્રજ્ઞા ગીત
બનીએ પ્રજ્ઞાવાન
આપણે બનીએ પ્રજ્ઞાવાન
પ્રજ્ઞા દ્વારા આપણા સૌનું
વિકસતું રહે જ્ઞાન .....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
હળીમળીને શીખીએ સૌએ
અસહાય ના કોઈ ....
સૌ સંગાથે વધીએ આગળ
એ જ ખરું અનુષ્ઠાન ....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
સોનું-ચાંદી-રૂપિયા-સત્તા
અઢળક હોય ભલે ને ...
જેની પાસે શિક્ષણ સાચું
એ જ ખરાં ધનવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
જીવન સાર્થક બનતું એનું
ધ્યેય છે જેની પાસે ...
દ્રઢ નિશ્વયથી વધતાં આગળ
એ જ ખરાં બળવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞા
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)




