suvichar

સુવિચાર-સવારથી સાંજ સુધી કામ કરવાથી માણસ એટલુ નથી થાકતો,જેટલુ એ ગુસ્સા કે ચિંતાને કારણે એક કલાકમા થાકી જાય છે. -જેમ્સ એલન .

FIX PAY

MY SCHOOL VISIT.WWW.UBERKUMARSCHOOL.BLOGSPOT.IN .

ગુરુવાર, 5 સપ્ટેમ્બર, 2013

HAPPY TEACHERS DAY.

શિક્ષકથી રાષ્ટ્રપતિ સુધીનીસફર ખેડનારા :ડો. રાધાકૃષ્ણનમિત્રો,પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન. -આપણાં પહેલા ઉપરાષ્ટ્રપતિ અને બાદમાં રાષ્ટ્રપતિ બનેલાડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના માનમાં. વિશ્વના શ્રેષ્ઠ શિક્ષકોમાં તેમનો સમાવેશ કરવામાં આવે છે.રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર,૧૮૮૮ના રોજતમિલનાડુના તિરુતાનીમાં થયો હતો. બાળપણથી જરાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. ૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેઓ જ્યારે વીસ વર્ષના હતા ત્યારે જ તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધનિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમનો આ શોધનિબંધ વીસ વર્ષની ઉંમરેપ્રકાશિત થયો હતો. ફિલોસોફીનો વિષય તેમને પસંદ ન હતો,પરંતુ તેમના દૂરના એક ભાઈ કે જે તેમની શાળા અને કોલેજમાં ભણતા હતા એ ફિલોસોફીનાં પુસ્તકો રાધાકૃષ્ણનને આપતા. રાધાકૃષ્ણન સમય પસાર કરવા માટે તે વાંચતા અને આ રીતે ફિલોસોફીમાં તેમનો શોખ કેળવાતો ગયો. ૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા. કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખ લખતા. તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’હતું. ૧૯૨૬માં હાર્વર્ડ યુનિર્વિસટીખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિર્વિસટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. જ્યારે ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા. ૧૯૫૨માં તેમની વરણી ભારતના રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી હતી. જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો.જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું. બસ,ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે. ડો. રાધાકૃષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાકબ્રિટિશ અને ભારતીય ઈલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૫૪માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસટીને દાનમાં આપી દીધી હતી.ત્યારથી ૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ ડો. રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો