suvichar

સુવિચાર-સવારથી સાંજ સુધી કામ કરવાથી માણસ એટલુ નથી થાકતો,જેટલુ એ ગુસ્સા કે ચિંતાને કારણે એક કલાકમા થાકી જાય છે. -જેમ્સ એલન .

FIX PAY

MY SCHOOL VISIT.WWW.UBERKUMARSCHOOL.BLOGSPOT.IN .

સોમવાર, 9 ડિસેમ્બર, 2013



દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાએ દુનિયાને અલવિદા કહી દીધી છે. તેઓ 95 વર્ષના હતા. ફેફસામાં ઇન્ફેક્શનના કારણે તેઓ લાંબા સમયથી માંદગીમાં સપડાયેલા હતા. દક્ષિણ આફ્રિકાના બીજા ગાંધી નેલસન મંડેલાનું અવસાન થઈ ગયું છે ત્યારે ચાલો જાણીએ તેમના જીવન વિશે... દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૈકબ જુમાએ મંડેલાના નિધનની જાણકારી આપી. દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરોધી આંદોલન દરમિયાન તેઓ લગભગ ત્રણ દાયકા સુધી જેલમાં બંધ રહ્યા હતા. તેઓ આફ્રિકન નેશનલ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા. રાષ્ટ્રના નામે પોતાના શોક સંદેશમાં રાષ્ટ્રપતિ જૈકબ જુમાએ દેશવાસીઓને જણાવ્યું કે દક્ષિણ આફ્રિકાના લોકતંત્રના સંરક્ષક અને આપણા સૌના પ્યારા નેલ્સન મંડેલા હવે આપણી વચ્ચે નથી રહ્યા. મંડેલાના અહિંસાવાદી વલણ અને ગાંધીવાદી રીતરીવાજોના કારણે તેમને આફ્રિકન ગાંધી તરીકે ઓળખવામાં આવતા હતા. વર્ષ 1993માં તેમના આ નીતિઓને સન્માન આપતા તેમને નોબેલના શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. દક્ષિણ આફ્રિકાની રાજનીતિમાં મહત્વની ભૂમિકા ભજવનાર પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસના તેઓ અધ્યક્ષ પણ રહી ચૂકેલા છે અને 1994થી 1999 દરમિયાન તેમણે દક્ષિણ આફ્રિકાની કમાન પણ સંભાળી હતી. ભારતની સાથે મંડેલાના સંબંધો ખૂબ જ મધુર હતા. તેઓ મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવામાં વિશ્વાસ રાખતા હતા. ભારત સરકારે તેમના ગાંધીવાદી વિચારધારાને વધુ અલંકૃત કરીને તેમને 1990માં ભારત રત્નથી વિભૂષિત કર્યા હતા. મંડેલાનો જન્મ 1918માં ઇસ્ટન કેપ ઓફ સાઉથ આફ્રિકાનાં એક નાનકડા ગામમાં થયો હતો. ત્યાં મદીબા કબીલાએ તેમનું નામ રોલિહલાહલા દાલિભંગા રાખ્યુ હતુ પરંતુ તેમની શાળાનાં એક શિક્ષકે તેમનું અંગ્રેજી નામ નેલ્સન રાખ્યું હતુ. તેમનાં પિતા થેંબુ રાજા રાજ પરિવારમાં સલાહકાર હતા અને જ્યારે તેમનું મૃત્યુ થયુ ત્યારે નેલ્સન માત્ર 9 વર્ષનાં હતા. નેલ્સન મંડેલાનું બાળપણ થેંબુ ગામનાં નેતા જોગિનતાબા દલિનદયાબોની સાથે પસાર થયું. તેઓ 1943માં આફ્રિકા નેશનલ કોંગ્રેસમાં જોડાયા અને આગળ જતા તેઓ તે જ પક્ષનાં અધ્યક્ષ પણ બન્યા હતા. દુનિયાના બીજા ઘણા સંઘર્ષોમાં પણ તેમણે શાંતિદુત તરીકે પ્રશંસનીય કામગીરી કરી હતી. તેમને 1993માં નોબલ શાંતિ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. 1964માં જ્યારે તેઓ જેલમાં ગયા ત્યાર બાદ તેઓ દુનિયામાં વંશીયભેદનાં પ્રતીક સમાન બની ગયા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો